રશિયા અને યુક્રેન વચ્ચે 7 મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને તે દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સૈનિકો એકત્ર કરવાની જાહેરાત કર્યા પછી હલચલ વધુ તીવ્ર બની છે. પુતિનની જાહેરાત બાદ લોકો રશિયા છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પછી, રશિયા અને પુતિન વિશે બલ્ગેરિયન પયગંબર બાબા વેંગાની ભવિષ્યવાણીની ચર્ચા ફરી તેજ થઈ ગઈ છે.