PM મોદીએ કર્યુ લતા ચોકનું ઉદ્ધાટન, મંદિર નિર્માણથી ખુશ હતા દીદી

2022-09-28 399

સૂર સામ્રાજ્ઞી 'ભારત રત્ન' લતા મંગેશકરની 93મી જન્મજયંતિ પર તેમના નામ પર 'લતા ચોક'નું અયોધ્યામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે લતાજી માતા સરસ્વતીના આવા જ એક સાધક હતા, જેમણે પોતાના દિવ્ય અવાજથી સમગ્ર વિશ્વને અભિભૂત કર્યું હતું. અયોધ્યાના લતા મંગેશકર ચોકમાં સ્થાપિત મા સરસ્વતીની વિશાળ વીણા સંગીત ધ્યાનનું પ્રતીક બની જશે.