VHP-બજરંગદળનું ગરબા સ્થળે સરપ્રાઇઝ ચેકિંગ, વિધર્મીઓને પાર્ટી પ્લોટમાંથી ભગાડયા

2022-09-28 2

ખેલૈયાઓ કલબ અને પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જતા હોય છે ત્યારે કેટલાંક લોકો ગેરકાયદે ગરબામાં ઘૂસતા હોવાની આશંકાના આધારા બજરંગ દળના કાર્યકરોએ ગઇકાલે એસ.પી.રિંગ રોડ પર સપ્રાઇસ ચેકિંગ હાથ ધર્યું હતું. જ્યાં બે વિધર્મી યુવક ગરબામાં ઘૂસી જતા વિવાદ થયો હતો.

લવજેહાદ કિસ્સા અટકવા બજરંગ દલ અને VHP એક્ટિવ
નવરાત્રીમાં વિધર્મીઓ ગરબા પ્રવેશ ન કરે તે માટે એક્ટિવ થયું છે ત્યારે હિન્દુ યુવતીઓ લવ જેહાદનો ભોગ ના બને તે માટે VHPએ કવાયત હાથ ધરી છે. સમગ્ર ગુજરાતમાં ગરબા કેન્દ્રો પર તિલક અને આઈકાર્ડ દ્વારા પ્રવેશ આપી રહ્યા છે. ગઈ કાલે રાત્રે SP રીગરોડના પાર્ટીપ્લોટના સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ કરતા વિધર્મીઓ પ્રવેશતા અટકાવ્યા હતા. ત્યારબાદ બબાલ થઇ હતી.