ના ધરપકડ ના તખ્તાપલટ...સહી સલામત છે ચીનના રાષ્ટ્રપતિ, જાણો શું થયું?

2022-09-28 2,055

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને નજરકેદ હોવાના સમાચાર સંપૂર્ણપણે ખોટા સાબિત થઈ રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ન તો જેલમાં છે કે ન તો પીપલ્સ લિબરેશન આર્મીએ બળવો કર્યો છે. જિનપિંગ મંગળવારે ચીનની સરકારી ટીવી ચેનલ CCTV પર દેખાયા હતા. તે એક પ્રદર્શનમાં જોવા મળ્યા છે. બેઇજિંગ સ્થિત પત્રકાર ઓલિવિયા સિયોંગે ચીની રાષ્ટ્રપતિની કેટલીક તસવીરો ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. હાલમાં જ એક અફવા સામે આવી હતી, જે મુજબ ચીનના રાષ્ટ્રપતિ SCO સમિટમાંથી આવ્યા બાદ નજરકેદ છે.