રૂપિયામાં કડાકો, રેકોર્ડ 81.93ના તળિયે પહોંચ્યો, મોંઘવારી વધવાની ભીતિ

2022-09-28 387

ડોલર સામે ભારતીય ચલણ રૂપિયામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વૈશ્વિક ઇક્વિટી અને કરન્સી માર્કેટમાં થયેલા નુકસાન સાથે આજે રૂપિયો યુએસ ડોલર સામે 81.93ની નવી ઓલ-ટાઇમ નીચી સપાટીએ પહોંચ્યો છે. બુધવારે સ્થાનિક ચલણ 81.93 પ્રતિ ડોલર પર ખુલ્યું હતું. સવારે 9.30 વાગ્યે, સ્થાનિક ચલણ ડોલર દીઠ 81.86 પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે તેના અગાઉના 81.58ના બંધ કરતા 0.42 ટકા ઘટીને 81.86 પર હતું. શેરબજારમાં વિદેશી રોકાણકારોના વેચાણના દબાણથી પણ ટ્રેડર્સનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું હતું. FIIએ છેલ્લા એક સપ્તાહમાં સ્થાનિક ઇક્વિટીમાં રૂ.10,000 કરોડથી વધુનું વેચાણ કર્યું છે.

Videos similaires