વડોદરા શહેરના યુનાઇટેડે-વેના ગરબામાં છેલ્લાં બે દિવસથી ગ્રાઉન્ડમાં કાંકરાની ભારે બૂમ ઉઠી છે. મંગળવારે તો ઇન્ટરવલ પછી ખેલૈયાઓએ ટોળે વળીને ગ્રાઉન્ડમાં કાંકરા મુદ્દે હંગામો મચાવી ગરબા બંધ રખાવ્યા હતા. જાણવા મળ્યા મુજબ યુનાઇટેડ વેના આયોજકો પાસે ગરબાના રિફંડની માંગ કરી છે. તે પણ જાહેરાત કરી છે. દરમિયાન રાત્રે ગ્રાઉન્ડ પર પોલીસ પણ આવી ગઇ હતી. માંજલપુર પીઆઈએ સ્ટેજ પર ચઢીને ખેલૈયાઓએ કહ્યું હતું કે તમારે ફરિયાદ કરવી હશે તો પોલીસ ફરિયાદ નોંધશે પરંતુ કાયદો અને વ્યવસ્થા ખોરવશો નહીં.
દરમિયાનમાં પહેલાં દિવસે ખેલૈયાઓને પગમાં કાંકરા વાગ્યાની બૂમ પડી હતી. આ મામલે શહેરના એક વકીલે આયોજકો વિરૂદ્ધ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં આજે ફરિયાદ કરી હતી. વકીલે અસુવિધા માટે વળતર પેટે રૂ.બે લાખ અને ફરિયાદના ખર્ચ પેટે રૂ.25 હજાર ચૂકવવા દાદ માંગી છે.