જો તમે પણ IPOમાં રોકાણ કરીને પૈસા કમાવા માંગો છો, તો આ અઠવાડિયે તમારી પાસે રોકાણની મોટી તક છે. આ અઠવાડિયે 13 IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે. BSE ડેટા અનુસાર 2022માં અત્યાર સુધીમાં સ્ટોક એક્સચેન્જના SME પ્લેટફોર્મ પર કુલ 34 IPO આવ્યા છે. તો 2021માં કુલ 21 IPOએ BSE પ્લોટફોર્મ પર શરૂઆત કરી હતી. ઉલ્લેખનિય છે કે, શેરબજારમાં હાલ ઉથર-પાથલ જોવા મળી રહી છે, જેના કારણે રોકાણકારો પણ રોકાણ કરવામાં મૂંઝવણતા અનુભવી રહ્યા હશે. જોકે બજારમાં મંદી છતાં તાજેતરમાં લૉન્ચ થયેલા હર્ષ એન્જિનિયર્સ IPO પર કોઈ ખાસ અસર થઈ નહોતી અને ઇશ્યૂના શેર 26 સપ્ટેમ્બરના રોજ 40 ટકાના પ્રીમિયમ પર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા હતા.