ડાંગ પોલીસ દ્વારા સામાજિક જાગૃતિ જગાવવા નવરાત્રિનું કરાયું આયોજન

2022-09-27 169

ડાંગના આહવા ખાતે ડાંગ પોલીસ દ્વારા સામાજિક જાગૃતિ જગાવવા સાથે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો સુચારુ અને પારદર્શક બની રહે,

તેમજ પોલીસ એ પ્રજાનો સાચો મિત્ર છે તે ભાવના ચરીતાર્થ કરવા માટે ડાંગ પોલીસ પરિવાર દ્વારા આહવા ખાતે નવરાત્રિ મહોત્સવનુ આયોજન કરાયુ છે.

તારીખ ૨૬/૯/૨૦૨૨ થી તા.૪/૧૦/૨૦૨૨ સુધી આહવાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત આ નવરાત્રિ મહોત્સવ દરમિયાન એક તરફ માતાજીની ભક્તિ, આરાધના સાથે ગરબાની

રમઝટ જામશે. તો બીજી તરફ સામાન્ય પ્રજાજનોમા કાયદા અંગેની સમજના અભાવે બનતા ગુનાઓને રોકવા માટે માર્ગદર્શન પણ પૂરુ પડાશે. ઉપરાંત ટ્રાફીક અંગેની વ્યાપક જન જાગૃતિ

કેળવવા, તેમજ સાંપ્રત સમયમા વધતા સાયબર ફ્રોડનો લોકો, ભોગ ના બને તે અંગેની જાગૃતિ પણ કેળવાશે.

પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ, અને વિભાગીય પોલીસ અધિકારી એસ.જી.પાટીલ, તથા નાયબ પોલીસ અધિકારી પી.જી.પટેલની આગેવાની હેઠળ આયોજિત

આ નવરાત્રિ મહોત્સવમા, મહિલાઓના રક્ષણ કાજે બનાવવામા આવેલા કાયદાઓ અને ઘરેલુ હિસા પ્રત્યે કાયદાકીય જાગ્રુતિ, બાળ મજુરી અને બાળ શોષણ વિરુધ્ધ જાણકારી, સિનીયર

સિટીઝનોની સલામતી, સરકાર દ્વારા પ્રજાજનોને મદદરુપ એવા e-FIR અંગેની જાણકારી, સાથે આગામી સમયમા યોજાનારી વિધાનસભાની ચુંટણી દરમિયાન દરેક મતદારો, મત

આપવાના પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તે માટે પણ ઘનિષ્ઠ લોકજાગૃતિ કેળવાશે.

Videos similaires