વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે મહાકાલની નગરી ઉજ્જૈનની મુલાકાત લેશે. અહીં વડાપ્રધાન વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા મહાકાલના ભવ્ય નવનિર્મિત કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ કોરિડોર સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. વડાપ્રધાનની ઉજ્જૈન મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.