રાજકોટમાં કોંગ્રેસના ઝંડાઓ ઉતારી લેવાતા આક્રોશ

2022-09-27 1,809

રાજકોટમાં કોંગ્રેસના ઝંડાઓ ઉતારી લેવાતા આક્રોશ ફેલાયો છે. જેમાં કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું છે કે અમારા ઝંડા ભાજપના ઈશારે ઉતારી લેવાયા છે. તથા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ લલિત

કગથરાએ ચીમકી આપી છે કે ‘અમે પણ ભાજપના ઝંડા ઉતારી લેશું’.

કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ ચીમકી આપી

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ મનપા કમિશનરને મળી રજૂઆત કરી હતી. બે દિવસ પૂર્વે રાજકોટ મહાનગરપાલિકાની છ જેટલી ગાડીઓ દ્વારા કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવેલ

ઝંડાઓ ઉતારી લેવામાં આવ્યા છે. આવતીકાલે રાજકોટથી કાગવડ સુધી કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કે સાથ માતા કે દ્વાર કરી કાર્યક્રમ યોજવાના છે. જે અંતર્ગત રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર

આવેલા ઉમિયા ચોક સહિતના વિસ્તારમાં ઝંડી લગાવવામાં આવી હતી. જે ઝંડી કોર્પોરેશન દ્વારા ઉતારી લેવામાં આવતા બે દિવસ પૂર્વે ધારાસભ્ય ખુદ સ્થળ ઉપર ગયા હતા. તેમજ

આજરોજ કમિશનરને મળી રજૂઆત કરી હતી કે, જો આગામી દિવસોમાં કોર્પોરેશન કોંગ્રેસની ઝંડીઓ ઉતારશે તો કોંગ્રેસ દ્વારા ભાજપની ઝંડીઓ પણ ઉતારવા મેદાને ઉતરશે. ઉલ્લેખનીય

છે કે, રજૂઆત બાદ કોંગ્રેસને તેની ઝંડી પરત આપવામાં આવી હતી.

અમારા ઝંડા ભાજપના ઈશારે ઉતારી લેવાયા: કોંગ્રેસ

રાજકોટમાં કોંગ્રેસ યાત્રાની ઝંડીઓ ઉતારી લેવાને લઈને કોંગ્રેસમાં આક્રોશ છે. અમારી ઝંડીઓ ભાજપના ઈશારે ઉતારી લેવામાં આવી છે. તેમાં કોંગ્રેસ કાર્યકારી પ્રમુખની ચીમકી છે. જેમાં
અમારી ઝંડી ઉતારી છે અમે પણ ભાજપની ઝંડી ઉતારી લેશું છે. તેમજ જો ઘર્ષણ થશે તો જવાબદારી કોર્પોરેશનની થશે. આવતીકાલે અમારો કાર્યક્રમ છે. હાલ કોર્પોરેશન દ્વારા ખાતરી

અપાઈ છે. અમારી મંજૂરી વાળા બેનર છે છતાં કાર્યવાહી ગેરબંધારણીય છે. અમારી ઝંડી ઉતારી લેવાશે તો અમે પણ વળતો જવાબ આપીશું.