જામનગરમાં અંગારા રાસનું લોકોમાં અનોખું આકર્ષણ, વીડિયો જોઇ સ્તબ્ધ થશો

2022-09-27 1,017

જામનગરમાં નવલા નોરતામાં પ્રાચીન ગરબીઓમાં પરંપરાગત રાસ પર ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા જનમેદની ઊમટી રહી છે. ત્યારે જામનગરમાં યુવકો દ્વારા રચાતા મશાલ રાસે લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. છેલ્લા 8 દાયકાથી રમાતી આ ગરબીમાં આ અંગારા રાસ લોકોને અનેરૂ આકર્ષણ આપે છે.

અર્વાચીન રાસોત્સવ વચ્ચે પણ આજે પૌરાણિક ગરબીની લોકપ્રિયતા અકબંધ રહી છે. શહેરમાં રણજીતનગર પટેલ સમાજ પાસે છેલ્લાં 80 વર્ષથી થતી પટેલ યુવક ગરબી મંડળની ગરબીમાં કાઠિયાવાડી વસ્ત્રોમાં સજજ યુવાનો દ્વારા રજૂ કરવામાં આવતા રાસ-ગરબાએ ભારે આકર્ષણ જગાવ્યું છે. ખાસ કરીને અંગારા રાસ કે જેમાં અગ્નિ વચ્ચે યુવાનો દ્વારા રજૂ કરવામાં આવતી કલા નિહાળી દર્શકો મંત્રમુગ્ધ બન્યા છે. પ્રાચીન ગરબીની વચ્ચે ગરબીના મેદાનમાં કપાસી છાંટી ને આગ લગાડવામાં આવે છે, તેમાંથી આગ લગાડાય છે, અને ખેલૈયાએ લબકારા લાગતી આગમાં રમે છે, જે જોનાર દર્શકો મંત્ર મુગ્ધ બની જાય છે.

Videos similaires