પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને તેમના કેબિનેટ અધિકારીઓ વચ્ચેની અનૌપચારિક વાતચીતની કેટલીક ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને સોમવારે તેમના રાજીનામાની માંગ કરી હતી. પાકિસ્તાનના ઇન્ટેલિજન્સ બ્યુરોએ તપાસના આદેશ આપ્યા છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના અધ્યક્ષ ખાને કહ્યું, વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમના, કેટલાક કેબિનેટ સભ્યો અને સરકારી અધિકારીઓના ઓડિયો લીક થયા બાદ રાજીનામું આપવું જોઈએ.