વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

2022-09-27 2

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ થતા ચકચાર મચી ગઇ છે. આ પરિવાર કપુરાઈ ચોકડી પાસેના કાન્હા આઇકોનમાં રહેતો હતો. રાહુલ જોશી સ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

મળતી માહિતી પ્રમાણે શિક્ષક તરીકે ફરજ બજાવતા રાહુલ જોશી, પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને પુત્રી પરિબેન ગુમ થયા છે. મૂળ ભાવનગરના દુધાળાના વતની રાહુલ જોશી સ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારક હોટલ સંચાલક નિરવભાઈની પોલીસ એ પૂછપરછ કરી. રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી.