જૂનાગઢમાં હીરાગીરી માતાજીનો મઢ આવેલો છે. જે મંદિર વર્ષમાં ફકત નવરાત્રિના સમયે ખોલવામાં આવે છે અને ભક્તો અહીં પોતાની અતૂટ શ્રદ્ધા સાથે દર્શન કરવા માટે આવે છે.
દરેક મંદિરનું પોતાનું જુદુ જુદુ મહત્ત્વ હોય છે અને માન્યતા હોય છે. તેવું જ એક મંદિર જૂનાગઢમાં પણ આવેલું છે. જૂનાગઢમાં આવેલું હીરાગીરી માતાજીનું ઐતિહાસિક શક્તિ સ્થળ જે ફકત નવરાત્રીના દિવસો પૂરતું જ ખુલ્લું મૂકવામાં આવે છે તો અહીં પોતાની આસ્થા સાથે અને અતૂટ શ્રદ્ધા સાથે માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે.