PM મોદી જાપાનના વડાપ્રધાનને મળ્યા,આજે હું બહુ દુખી છું

2022-09-27 832

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ટોક્યોમાં તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, બંને નેતાઓએ ભારત અને જાપાનની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. વડાપ્રધાન મોદી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં સામેલ થવા ટોક્યો પહોંચ્યા છે. કિશિદા વાર્ષિક સમિટ માટે માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા, જ્યારે મોદી 'ક્વોડ લીડર્સ સમિટ' માટે મે મહિનામાં જાપાન ગયા હતા.