વોટ્સએપ પર તમને કોણે કર્યા છે બ્લોક, જાણો આ ટ્રિક પરથી

2022-09-26 2,366

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પ્લેટફોર્મ પર ઘણી ઉપયોગી સુવિધાઓ આપે છે. જેમાથી એક છે કોઇ કોન્ટેક્ટને બ્લોક કરવો. તમે કોઈપણ સમયે એવા સંપર્કને બ્લોક કરી શકો છો, જેની સાથે તમે WhatsApp પર સંપર્ક કરવા માંગતા નથી. આ સુવિધા અન્ય લોકોને તમને મેસેજિંગ અથવા કૉલ કરવાથી બ્લોક કરવાની શ્રેષ્ઠ રીતોમાંની એક છે, પરંતુ જો કોઈ તમને બ્લોક કરે તો શું થશે. ખરેખર, ઘણા લોકો એ જાણવામાં અસમર્થ છે કે તેઓને WhatsApp પર બ્લોક કરવામાં આવ્યા છે કે નહીં અને તેઓ મૂંઝવણમાં રહે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તેને કેવી રીતે શોધી શકાય. ખરેખરમાં, WhatsApp FAQ પેજ મુજબ, એવા કેટલાક સંકેતો છે જેના પરથી તમે જાણી શકો છો કે કોઈએ તમને WhatsApp પર બ્લોક કર્યા છે કે નહીં.