સુરતમાં પાણીની સમસ્યા નહી રહે, પાલિકાએ અપનાવી અનોખી રીત

2022-09-26 331

ભૂગર્ભજળનો ઉપયોગ કરવામાં સુરત મહાનગરપાલિકા સમગ્ર દેશમાં અગ્રેસર છે. જેમાં અસામાન્ય અને કુદરતી સંજોગોમાં શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડી શકાય તે માટે સુરત

મહાનગર પાલિકા દ્વારા કવાયત કરાઇ છે. જેમાં વાલક ખાતે 50 એમએલડીના બે ફ્રેન્ચવેલનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ બે ફ્રેન્ચવેલની કામગીરી પૂરી થતા ભૂગર્ભજળ થકી પાલિકા

દૈનિક 201 MLD પાણી પુરવઠો આપી શકશે.


આ અંગે પાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે સુરતને અત્યાર સુધી તાપી નદી દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હતું અને હવે બીજા પારંપરિક સ્રોતનો પાલિકાએ ઉમેરો

કર્યો છે.સુરતની વસતિ 2014માં 1.24 કરોડ થાય તેવી ગણતરી મુકવામાં આવી છે. પહેલા તાપી નદીમાંથી પાણી લેવામાં આવતું હતું પરંતુ આ પરિસ્થિતિને પહોચી વળવા માટે કુદરતી આપત્તિના સમયે આ વધતી વસ્તી માટે અંદાજે એક વ્યક્તિ મુજબ 40 લીટર પ્રતિ દિન પ્રતિ વ્યક્તિને મળી રહે તેની જરૂરિયાતને ધ્યાને રાખી ફ્રેંચવેલ બનવામાં આવશે. જેના થકી સુરતની પાણીની જરૂરિયાત પૂરી પાડવામાં આવશે. પાલિકાએ ફક્ત તાપી નદી પર આધાર રાખવાને બદલે ભૂગર્ભજળનો ઉપયોગ પીવાના પાણી તરીકે થઇ શકે તે માટે નવા બે ફ્રેન્ચવેલ

બનાવવાનું આયોજન કર્યુ છે. જો કે 55 એમએલડીના બે ફ્રેન્ચવેલ સરથાણામાં કાર્યરત છે. 2013થી આ બંને ફ્રેન્ચવેલ થકી પાલિકા દૈનિક 110 એમએલડી પાણી પૂરું પાડી રહી છે. બે

ફ્રેન્ચવેલની સફળતા બાદ અન્ય નવા બે ફ્રેન્ચવેલ બનાવી પીવાના વૈકલ્પિક સ્ત્રોત વિકસાવવાનું કાર્ય શરૂ કરાયું છે.