સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક વધી છે. જેમાં ડેમની જળ સપાટી 138.68 મીટર પર પહોંચી છે. તથા 23 દરવાજા 98 સેમી ખોલાયા છે. અને નદીમાં 2,23,084 ક્યુસેક
પાણી છોડાયું છે. તેમજ ડેમમાંથી 2,44,245 ક્યુસેક પાણીની જાવક થઇ છે. અને ડેમમાં 2,44,775 ક્યુસેક પાણીની આવક થઇ છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ફરી એકવાર પાણીની સપાટી મહત્તમ સ્તરે છે. પાવરહાઉસ દ્વારા 45,000 ક્યુસેક જાવક તથા નદીમાં કુલ જાવક - 2,23,084 ક્યુસેક
રહેશે.તેમજ કેનાલમાં 21,161 ક્યુસેક જાવક સાથે કુલ પાણીની જાવક 2,44,245 ક્યુસેક છે.