ગુજરાત અને રાજસ્થાનની સીમા પર બનાસકાંઠા જિલ્લાનાં દાંતા તાલુકામાં છે અરવલ્લીની ગીરીમાળાઓ...જ્યાં આરાસુર પર્વત ઉપર સ્થિત છે દેશનું એક પ્રાચીન મંદિર...જ્યાં બિરાજે છે જગતજનની મા અંબા....આશરે બારસો વર્ષ પ્રાચીન આ ધામ સફેદ આરસપહાણથી બનેલુ છે અને ખુબ જ ભવ્ય છે...માનવામાં આવે છે આ મંદિરનાં જીર્ણોદ્વારનું કાર્ય 1975માં શરુ થયુ હતુ જે આજે પણ ચાલુ જ છે....ભવ્ય મંદિરનાં આસપાસ ચાચરચોકમાં જ્યારે ભક્તો પહોંચે છે ત્યારે થઈ જાય છે માઈભક્તિમાં લીન.