VIDEO : ઉર્ફી જાવેદની એરપોર્ટ પર ખુશનુમા અદા, નવા લુકમાં આપ્યા પોઝ

2022-09-25 1,282

ઉર્ફી જાવેદની વાત આવે તો ચાહકો તેના નવા ડ્રેસને અચુક જોવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ફરી એકવાર ઉર્ફી જાવેદનો એરપોર્ટ લુક જોવા મળ્યો છે અને તેણે નવા લુક માટે બ્રાલેટની પસંદગી કરી છે. એરપોર્ટ પર ઉર્ફી જાવેદ ફરી સ્પોટ થઈ હતી. એરપોર્ટ પર ફ્લાવર ડિઝાઈનની બ્રાલેટ સાથે ડેનિમ શોર્ટ સ્કર્ટ પહેરીને આવેલી ઉર્ફી જાવેદને ચાહકોએ સવાલોનો મારો ચલાવ્યો હતો તો ઉર્ફી પણ હંમેશાની જેમ ચાહકોને જવાબ પણ આપતી રહેતી હોય તેમ જવાબ આપ્યો હતો. આ સાથે ઉર્ફીએ એવા લોકોને પણ જવાબ આપ્યો જેઓ તેને એરપોર્ટ પર જઈને ફોટો પડાવવા માટે ટ્રોલ કરે છે. ઉર્ફી જાવેદ વિરૂદ્ધ જે પણ વાત કરવામાં આવે છે, ઉર્ફી દરેક વખતે ધારદાર જવાબ આપતી જોવા મળે છે. લોકો હંમેશા તેને માટે એક વાત કહીને ટ્રોલ કરે છે કે તે માત્ર ફોટો પડાવવા એરપોર્ટ જાય છે. ઉર્ફી હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી. ઉર્ફીએ એરપોર્ટ પર ચાહકો સાથે વાત કરી અને પૂછ્યું 'શું હું ટિકિટ બતાવું?'

Videos similaires