ગીરસોમનાથમાંથી ચરસનો જથ્થો મળી આવ્યો

2022-09-25 186

ગીરસોમનાથમાંથી ચરસનો જથ્થો મળી આવ્યો છે. જેમાં સમુદ્ર કિનારેથી ચરસના 16 પેકેટ મળ્યા છે. તથા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સોમનાથ નજીકના સમુદ્ર

કિનારેથી વધુ ચરસનો જથ્થો મળી આવ્યો છે. તેમાં હિરાકોટ બંદર નજીકના સમુદ્ર કિનારેથી મળી આવ્યા છે. અગાઉ ઓગસ્ટમાં ત્રણ દિવસના સર્ચ ઓપરેશન દરમિયાન 273 પેકેટોમાં 301

કિલો ચરસની બજાર કિંમત 4 કરોડ 51 લાખથી વધુ મળી આવેલ છે. આ મામલે પોલીસે NDPS એકટ હેઠળ અજાણ્યા શખ્સો સામે સોમનાથ મરીન પોલીસમાં ગુનો નોંધીને આગળની

તપાસ હાથ ધરી હતી.