અમદાવાદના અસારવા ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે મડીકલ કેમ્પ ખુલ્લો મુકાયો છે. તથા બીજેપી મેડિકલ સેલ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું
આયોજન કરવામાં આવ્યું છે. તેમાં એસસી-એસટી વિધાનસભા બેઠક ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. તેમાં અસારવા અને દાણીલીમડા વિસ્તારમાં મેડિકલ કેમ્પનું આયોજન થતા
વિધાન સભા ચૂંટણી પહેલા ભાજપ સક્રિય થયુ છે તેમ દેખાઇ રહ્યું છે. જેમાં મેડિકલ કેમ્પ થકી આરોગ્ય લક્ષી સેવાઓ અપાશે.