દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચેની સંયુક્ત સૈન્ય કવાયત પહેલા ઉત્તર કોરિયાએ કોરિયન દ્વીપકલ્પના પૂર્વ કિનારે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. સૈન્ય અભ્યાસમાં ભાગ લેવા માટે અમેરિકાનું એક પરમાણુ સંચાલિત વિમાન દક્ષિણ કોરિયા પહોંચ્યું છે. બે દિવસ બાદ ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી.દક્ષિણ કોરિયાના સૈન્ય અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે.