કાબુલમાં નમાજ બાદ મસ્જિદ પાસે મોટો વિસ્ફોટ, 4ના મોત, 10 ઘાયલ

2022-09-24 234

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વઝીર મુહમ્મદ અકબર ખાન ગ્રાન્ડ મસ્જિદની નજીકમાં શુક્રવારે મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં 4 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટને કારણે ચારેબાજુ ધુમાડો અને ધૂળ છવાઈ ગઈ હતી અને થોડી ક્ષણો માટે લોકોને સમજ ન પડી કે વિસ્ફોટ કઈ બાજુથી થયો. ન્યૂઝ એજન્સી એએનઆઈએ કે વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો નમાજ પઢીને મસ્જિદમાંથી બહાર આવી રહ્યા હતા.