બાંગ્લાદેશમાં ઈંધણના ભાવમાં વધારાને કારણે ખાદ્યપદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે જેના કારણે લોકોમાં ગુસ્સો અને નિરાશા છે અને દેશની અર્થવ્યવસ્થા ભારે દબાણમાં આવી ગઈ છે. આ સાથે જ વિપક્ષની કડવી ટીકા અને વિરોધ પ્રદર્શનને કારણે વડાપ્રધાન શેખ હસીનાની સરકાર પર દબાણ વધી ગયું છે. પ્રદર્શનોને જોતા હસીનાએ દેશની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે મદદ માંગી છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે બાંગ્લાદેશમાં સ્થિતિ શ્રીલંકાની જેમ ગંભીર નથી.