ભરૂચમાં ફ્રી-ફાયર અને પબાજી ગેમ અપહરણનું કારણ બની હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ બંગાળના એક યુવકની ફ્રી ફાયર ગેમના માધ્યમથી ભરૂચની કિશોરી સાથે ઓળખાણ થઇ હતી. પરંતુ ભરૂચની કિશોરી માટે આ ઓળખાણ જીવનું જોખમ બની હતી. પશ્ચિમ બંગાળના યુવકે ભરૂચ આવી કિશોરીનું અપહરણ કર્યું હતું અને તેને પોતાની સાથે બંગાળ લઇ ગયો હતો.