છોટા ઉદેપુરના બોડેલી એસટી ડેપોમાં ચાલતી દારુની મહેફિલનો વિડીયો વાયરલ

2022-09-23 935

એસટી ડેપોની સિક્યુરિટી ઓફિસમાં ઈંગ્લીશ દારુ પીવાઈ રહ્યો હતો
બોડેલી ડેપોના ઇન્ચાર્જ મેનેજરે ખાતાકીય તપાસ શરૂ કરાવી
વાયરલ થયેલા વિડીયોમાં ખાકી પેન્ટ પહેરેલા ત્રણ વ્યક્તિઓ દ્રશ્યમાન
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી એસટી ડેપોમાં ઇંગ્લિશ દારૂની મહેફીલ માણતા કર્મચારીઓનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એસટી ડેપોની સિક્યુરિટી ઓફિસમાં ઇંગ્લીશ દારૂ પીતા ત્રણેક વ્યક્તિઓ વાયરલ વીડિયોમાં જોવા મળતા એસટી કર્મચારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર હાલ સોશિયલ મીડિયા ઉપર ખાકી પેન્ટ પહેરેલા ત્રણેક કર્મચારીઓ સરકારી ઓફિસમાં ઈંગ્લીશ દારુ પી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી ડેપોની સિક્યોરીટી ઓફિસનો હોવાનું કહેવાઈ રહ્યું છે. એસટી ડેપોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ ચાલુ ફરજ દરમિયાન દારુ પિતા હોવાનું સામે આવતા તંત્ર દોડતું થયું હતું અને બોડેલી ડેપોના ઇન્ચાર્જ મેનેજરે આ અંગેની ખાતાકીય તપાસ શરૂ કરાવી હતી. અને કસુરવારો સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલા લેવાના આદેશ આપ્યા હતા.

Videos similaires