નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને દેશભરમાં તેની સાથે જોડાયેલી લિંક પર દરોડા પાડ્યા છે. ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના કેસમાં તપાસ એજન્સીએ દરોડા પાડ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં NIAએ આ કેસમાં એક ડઝનથી વધુ કેસ નોંધ્યા છે, જેમાં PFIની લિંક મળી આવી છે. ED, NIA અને રાજ્ય પોલીસે PFI સાથે જોડાયેલા 100 થી વધુ લોકોની અલગ-અલગ કેસમાં ધરપકડ કરી છે. આ ધરપકડો 10 થી વધુ રાજ્યોમાં થઈ છે.