માતાના મઢના યાત્રીઓ માટે ભુજ એસટી વિભાગે ખાસ આયોજન કર્યું

2022-09-21 473

માતાના મઢના યાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ એસટી વિભાગે ખાસ આયોજન કર્યું છે. જેમાં એસટી વિભાગ દ્વારા માતાનામઢના દર્શનાર્થીઓ અને યાત્રીઓને લાવવા-લઈ

જવા માટે 180 જેટલી એસટી બસ ફાળવવા આવી છે. જેમાં આવતીકાલે એસટી વિભાગ દ્વારા વધારાની એસટી બસો દોડાવવામાં આવશે.

દરવર્ષે નવરાત્રીમાં લાખો પદયાત્રીઓ માતાનામઢ દર્શન માટે આવે છે. પદયાત્રીઓને પરત ફરવા માટે સરળતા રહે તે માટે એસટી વિભાગ દ્વારા વધારાની એસટી બસ દોડાવવામાં આવે

છે. ચાલુ વર્ષે એસટી વિભાગ દ્વારા 180 જેટલી એસટી બસો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પદયાત્રીઓની સંખ્યા ઓછી હોવાથી 180 વધારાની એસટી બસો

દોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી વધારાની એસટી બસ દોડવાવમાં આવશે. જેમાં ભુજ અને માતાનામઢ ખાતે હંગામી બસ સ્ટેન્ડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

દરવર્ષે લાખો પદયાત્રી માતાનામઢ દર્શન માટે આવતા હોય છે. તેમાં એસટી વિભાગ નવરાત્રી દરમિયાન વધારાની એસટી બસો દોડવવામાં આવે છે. જેના કારણે એસટી વિભાગને

વધારાની આવક થાય છે.

Videos similaires