14મી વિધાનસભાના છેલ્લા સત્રારંભે રાજ્યના 33 જિલ્લાઓમાંથી પડતર માંગણીઓ ઉકેલવાની માંગણીઓ લઈને કર્મચારીઓ ગાંધીનગરમાં એકત્ર થયા છે. જૂની પેન્શન યોજનાનો ફરીથી અમલ અને ફિક્સવેતન નીતિના નાબુદી મુદ્દે પૂર્વનિર્ધારિત એલાનને પગલે બુધવારે સચિવાલયની અંદર અને બહાર આંદોલનો, દેખાવો અને વિધાનસભા ઘેરવાના કાર્યક્રમોને પગલે ગૃહ વિભાગે ગાંધીનગર રેન્જના ત્રણ જિલ્લામાંથી પોલીસને મંગળવારની બપોરે જ તહેનાત કરવામાં આવતા ગુજરાતનું પાટનગર અભેદ કિલ્લામાં ફેરવાયુ છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક સપ્તાહથી અહીં SRPF, RAF અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત છે. આ સિવાય બે SP કક્ષાના પોલીસ અધિકારીઓને પણ સ્થળ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે.