સુરતમાં ટેમ્પો રોકી દૂધની થેલીઓ તાપી નદીમાં ફેંકવામાં આવી

2022-09-21 1,622

ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં સમગ્ર ગુજરાતના માલધારીઓમાં આક્રોષ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત આજ રોજ માલધારીઓ દૂધનું વેચાણ નહી કરે. આ વિરોધનો વંટોળ જોત જોતામાં આખાય ગુજરાતમાં પ્રસરી ચુક્યો છે. રાજ્યની ગ્રામ પંચાયતો દ્વારા તેમના લેટર હેડ પણ દૂધ નહી ભરાવાની જાહેરાતો કરી દેવાઈ છે. આ સિવાય માલધારી સમાજના ભુવાજી, સંતો-મહંતો અને અગ્રણીઓ દ્વારા પણ દૂધ નહી ભરાવાની અપીલ કરવામાં આવી છે. જેથી દૂધની ભારે અછત વર્તાઈ શકે છે. તેવામાં સુરત શહેરમાં દૂધ લઇ જતો ટેમ્પાને રસ્તા પર જ અટકાવીને તેમાં રહેલી દૂધની થેલીઓ તાપી નદીમાં ફેંકવામાં આવી રહી હોવાનો વિડીયો વાયરલ થયો છે.

Free Traffic Exchange