મોડાસા શહેરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે. જેમાં શહેરના મધ્યમાં ગીચ બજારમાં આખલા બાખડ્યા હતા. તેમાં રખડતી રંજાડ ક્યારેક મોટી આફત સર્જી શકે છે. બે આખલાની
લડાઈમાં ત્રીજો વચ્ચે આવતા નાસભાગ મચી છે. તથા એક ગરીબની શાકભાજીની લારીએ અથડાતા લારી ઊંઘી પડી હતી. જેમાં મોડાસા પાલિકા સત્તાધીશો નિંદ્રામાં છે. તેથી મોડાસાના
અનેક વિસ્તારોમાં રખડતા ઢોરનો આતંક ફેલાયો છે.