અમદાવાદ મહાનગરમાં મેટ્રો સવારી કરી શકાશે. જેમાં મેટ્રો રેલના એક્સલુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે. તેમાં 30 સેકન્ડમાં મેટ્રો રેલ સાબરમતી નદી પાર કરે છે. જેમાં વડાપ્રધાન મોદી 30
સપ્ટેમ્બરે મેટ્રો રેલને લીલી ઝંડી આપશે. તથા થલતેજથી વસ્ત્રાલ સુધીનો રૂટ શરૂ થશે. તેમજ દરેક સ્ટેશને મેટ્રો 30 સેકન્ડ સુધી ઉભી રહેશે.
વસ્ત્રાલથી થલતેજ સુધી મેટ્રોરેલમાં 17 સ્ટેશન રહેશે. જેમાં અંદાજિત 5થી 25 રૂપિયા સુધી મેટ્રોનું ભાડુ રહેશે. તથા મેટ્રોનો પ્રથમ ફેજ બનીને તૈયાર થઈ ગયો છે. તેમાં સ્ટેશન પર અલગ
અલગ થીમો બનાવવામાં આવી છે. અમદાવાદની શાન ગણાતી તમામ જગ્યાઓએ વોલપેન્ટિંગ કરવામાં આવી છે. જેમાં રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ, ગ્રામીણ મહિલાઓના પેન્ટિંગ કરવામાં
આવ્યા છે. 21 કિમીના રૂટ પર મેટ્રોટ્રેન નિકળશે. જેમાં સાબરમતી નદી પર મેટ્રોટ્રેન પસાર થતા નયનરમ્ય નજારો જોવા મળશે. વર્ષ 2015માં મેટ્રોટ્રેનનો પ્રથમ પિલર વસ્ત્રાલમાં
નાખવામાં આવ્યો હતો.