ચૂંટણી પહેલા ભાજપનું શક્તિ પ્રદર્શન શરૂ થયુ છે. જેમાં મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રોડ-શો કર્યો છે. 3 કિમી લાંબો ભવ્ય રોડ-શો યોજાયો છે. રેલીમાં મોટી સંખ્યામાં
ભાજપ કાર્યકરો જોડાયા છે. તેમાં રામચોકથી નગરપાલિકા સુધીનો રોડ-શો યોજવામાં આવ્યો છે.
રેલીમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા
મોરબીમાં જે.પી.નડ્ડાના રોડ-શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર રહ્યાં છે. જે.પી. નડ્ડાની હાજરીમાં આજે રોડ-શો યોજાયો છે તેના માટે જિલ્લા
ભાજપ, તાલુકા ભાજપ, શહેર ભાજપ સહિતના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વારા તૈયારીઓ કરી હતી. પહેલા આ રોડ-શો શનાળા રોડ સમયના ગેઇટ પાસેથી શરૂ કરીને રામ ચોક
ત્યાંથી જૂના બસ સ્ટેશન, નહેરૂ ગેઇટ ચોક, શાક માર્કેટ ચોક અને પાલિકા કચેરી પાસે તે પૂરો થવાનો હતો.
રામચોકથી નગરપાલિકા સુધીનો રોડ-શો થયો
જો કે, છેલ્લી ઘડીએ રોડ-શોના રૂટને ચેન્જ કરવામાં આવેલ છે અને ટૂંકાવી નાખવામાં આવ્યો છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો એક કલાકનો જ સમય મળ્યો છે જેથી
કરીને સમયના અભાવના લીધે શનાળા રોડ સમયના ગેઇટથી શરૂ કરીને સીધા જ પાલિકા કચેરી સુધી જશે અને ત્યાં રોડ શો પૂરો કરવામાં આવશે.