ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા ચલણ અપાતા નારાજ થયેલા એક વ્યક્તિએ પોતાની બાઇકને આગ ચાંપી દીધી હતી. જે અંગેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં સદર કોતવાલી વિસ્તારની રાજાપુર પોલીસ ચોકી પાસે તૈનાત ટ્રાફિક પોલીસ કર્મચારીઓ વાહનોના ચલણ કાપી રહ્યા હતા, તે દરમિયાન હીરો હોન્ડા બાઇક પર ત્રણ યુવકો આવતા જોવા મળ્યા.