ગેહલોત સરકાર વિરૂદ્ધ BJPનું હલ્લાબોલ

2022-09-20 86

આજે જયપુરમાં ભાજપ ગેહલોત સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. વિધાનસભા કૂચ દરમિયાન ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રદર્શનમાં રાજસ્થાન ભાજપ અધ્યક્ષ સતીશ પુનિયા પણ હાજર રહ્યા હતા. ભાજપે લમ્પી વાયરસનો મુદ્દો ઉઠાવીને રાજસ્થાનની કોંગ્રેસ સરકારને ઘેરી છે. આ પ્રદર્શનમાં પોલીસે ભાજપના કાર્યકરોને વિધાનસભા કૂચમાંથી રોક્યા છે.