પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં જોડાયા

2022-09-20 138

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને કિરેન રિજિજુએ તેમને ભાજપનું સભ્યપદ આપ્યું. કેપ્ટન અમરિંદર સિંહે તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (PLC)નું ભારતીય જનતા પાર્ટીમાં વિલિનીકરણ પણ કરી દીધું છે. અમરિંદરની સાથે તેમના ઘણા સહયોગીઓ પણ ભાજપમાં જોડાયા.

Videos similaires