પોતાના બેબાકપણાટી ઓળખાતા આચાર્ય ધર્મેન્દ્રનું આજે સવારે જયપુરની એક હોસ્પિટલમાં નિધન થયું.
એમના બેબાકપણાનો એક કિસ્સો જાણવું તો જ્યારે બાબરી ધ્વંસ મામલે ચુકાદો આવવાનો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે સત્યથી શું કામ ડરવાનું, જે પણ નિર્ણય આવશે મને મંજૂર છે. હું આરોપી નંબર વન છું. અને ત્યારબાદ જ્યારે નિર્ણય આવ્યો તો પોતાની ખુશી વ્યક્ત કરતાં બોલ્યા કે સત્યની જીત થઈ. મહાત્મા રામચંદ્ર વીર મહારાજના પુત્ર આચાર્ય ધર્મેન્દ્રનો જન્મ 9 જાન્યુઆરી 1942ના રોજ ગુજરાતના માલવાડામાં થયો હતો. તેઓ તેમના પિતા મહાત્મા રામચંદ્ર વીર મહારાજના આદર્શો અને વ્યક્તિત્વથી પ્રભાવિત હતા. 13 વર્ષની ઉંમરે આચાર્યએ વજ્રાંગ નામનું અખબાર શરૂ કર્યું. તેઓ વિશ્વ હિન્દુ પરિષદના સેન્ટ્રલ ગાઈડન્સ બોર્ડમાં રહી ચૂક્યા છે. તેમણે મહાત્મા ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના પછી તેઓ ચર્ચામાં રહ્યા હતા.
આચાર્ય ધર્મેન્દ્ર રામ મંદિર આંદોલન સાથે સક્રિય રીતે જોડાયેલા હતા અને રામમંદિર બાબતે પોતાના વિચારો ખુલ્લા મનથી મૂકતાં હતા. જરૂર પડી ત્યારે આંદોલનો અને સત્યાગ્રહ પણ કર્યા અને તેને માટે થઈ જેલ પણ ગયા હતા. તેમણે પોતાનું આખું જીવન હિન્દુ અને હિન્દુત્વની રક્ષામાં આપી દીધું