અમદાવાદથી પિકનિક માટે છ વ્યક્તિઓ અરવલ્લીના બાયડમાં આવેલા ઝાંઝરીનો ધોધ જોવા આવ્યા હતા. જોકે ઝાંઝરી ધોધમાં નહાવા પડેલા બે વ્યક્તિઓ ડૂબી જતાં મોત નિપજ્યા હતા. આ બંને મૃતકોમાં જીતુ બગેલ અને અમન તોમર નામ સામે આવ્યા છે. દરમિયાન ભોગીયા ધરામાં વધુ એક વાર ડૂબવાની ઘટના સામે આવી છે. અહીં પિકનીક પર આવેલા તમામ લોકો અમદાવાદના મેઘાણીનગરથી આવ્યા હતા. આ તમામ યુવાનો બાઈક પર અમદાવાદથી આવ્યા હતા.