આજે રાજકોટમાં ઊંડા પાણીમાં ડૂબી જવાની ગંભીર ઘટના બની છે. રાજકોટના નવા ગામના ઢોરાં પાસે પાંચ જણા ઊંડા પાણી ડૂબી ગયા હોવાના અહેવાલો મળ્યા છે. નવા ગામમાં કપડા ધોવા ગયેલી મહિલાઓ ડૂબી ગયાના અહેવાલો છે. આ ઘટનામાં ત્રણ મહિલાઓનો બચાવ થયો છે. જ્યારે બે ના મોત નિપજ્યા છે. મૃત્યુ પામેલ બેમાં એક મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે.