પંજાબના મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં શનિવારે મોડી સાંજે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો. વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે એક વિદ્યાર્થિનીએ નહાતી વખતે ઘણી વિદ્યાર્થિનીઓનો વીડિયો વાયરલ કર્યો છે. પોલીસે આ મામલામાં FIR નોંધી આરોપી વિદ્યાર્થિનીની ધરપકડ કરી લીધી છે.
60 વિદ્યાર્થીનીઓનો વિડીયો એક છોકરાને મોકલાયા બાદ છોકરાઓએ તે વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ કર્યો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું કહેવું છે કે મેનેજમેન્ટ મામલો દબાવવા માટે તેમના પર દબાણ કરી રહ્યું છે. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ મોડી રાત્રે યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વાયરલ વીડિયોને લઈને 8 છોકરીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાના પણ સમાચાર છે.