ધરમપુરથી પસાર થતો NH 56 બિસ્માર બન્યો છે. જેમાં હાઈવેની બિસ્માર હાલતને લઈ સ્થાનિકોનો વિરોધ છે. તથા માર્ગ પર પડેલા ખાડાને લઈ અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.
અને તાત્કાલિક ખાડાઓ પુરવામાં ન આવ્યા તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
ભારે વરસાદને લઈ ધરમપુર તાલુકામાંથી પસાર થતો રોડ નેશનલ 56 વાપીથી શામળાજી બિસમાર બન્યો છે. તેમાં હાઇવે પર પડેલ ખાડામાં પૂજન કરી વૃક્ષની ડાળીઓ રોપી સ્થાનિક
અપક્ષ સભ્ય તેમજ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. માન નદીના પુલ પાસે પડેલ ખાડાઓમાં અવારનવાર સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને ઘણા મોટર સાઇકલ લઇને જતા લોકો
અકસ્માતનો ભોગ બની ચુક્યા છે.