દૂધસાગર ડેરીના સાગર દાણ કૌભાંડ કેસમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે મહેસાણા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં વિપુલ ચૌધરીના 50 મળતિયાઓ
સામે ગુનો નોંધાશે. તથા દૂધસાગર ડેરી કૌભાંડમાં વિપુલ ચૌધરીના સગા-સબંધીઓ પણ આરોપી બનશે.
સાગરદાણ કેસમાં શંકરસિંહ-મોઢવાડિયાને સમન્સ
ઉલ્લેખનીય છે કે SITની તપાસમાં વધુ ત્રણ PIનો સમાવેશ કરાયો છે. તથા માતાના નામે ટ્રસ્ટ બનાવી વિદેશથી ભંડોળ મેળવાયાના પુરાવા મળ્યા છે. તેમજ સાગરદાણ કેસમાં
શંકરસિંહ-મોઢવાડિયાને સમન્સ આપવામાં આવ્યું છે. આ કેસમાં નવો રાજકીય વણાંક સામે આવ્યો છે. જેમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને NDDBના
ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા. જેથી સરકારી વકીલની વિજય બારોટ દ્વારા અરજીને ગ્રાહ્ય રાખતા મહેસાણા ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા સાક્ષી તરીકે 6 ઓક્ટોમ્બરે હાજર રહેવા
શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને મહેસાણા કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.
SITની તપાસમાં વધુ ત્રણ PIનો સમાવેશ કરાયો
વિપુલ ચૌધરીની ACBએ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી. વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવીને રૂ. 800 કરોડ ટ્રાન્સફર કર્યાનો
આરોપ લાગ્યો છે.દૂધસાગર ડેરી સાગર દાણ કેસ મામલે વિપુલ ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રને સાગર
દાણ મોકલ્યું હતું, એ જ અરસામાં શકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ ભલામણ પત્ર લખ્યા હતા. વિપુલ ચૌધરી ઉપર NDDBના ચેરમેન બનવા દાણ આપવાનો આરોપ લાગ્યો
છે.