ભાથીજી મંદિરની આસપાસ પાણી ભરાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું

2022-09-18 2

અમદાવાદના વસ્ત્રાલમાં ભાથીજીના મંદિરમાં પણ પાણી આવ્યુ છે. જેમાં સેન્ટ્રલ વર્કશોપ વિસ્તારના ભાથીજીના મંદિરમાં પાણી ઘૂસ્યા છે. તેમાં ભાથીજી મંદિરની આસપાસ પાણી ભરાતા

ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. દર્શન માટે આવતા ભક્તોને મંદિર સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. જેમાં મંદિર પરિસર સુધી વરસાદી પાણી ઘૂસ્યા છે. તથા વરસાદ પૂર્ણ થયાને

ઘણા દિવસ થયા છતાં પાણી ઓસર્યા નથી.

મંદિરે આવતા ભક્તો બીમારીમાં સપડાય તેવી સ્થિતિ છે. તથા ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેમાં કોર્પોરેશનના અધિકારીઓને ગંદકીની ફરિયાદ કરી તો મંદિરના લાઈટ

અને પાણીના કનેક્શન કાપી નાખ્યાં છે. તેમાં અધિકારીઓના પાપે ભગવાનનું ધામ ગંદકીમાં છે અને ભગવાન અંધારામાં બેઠેલા છે.