નવસારીમાં પૂર્ણા નદીમાં જળ સ્તરમાં વધારો થયો છે. જેમાં ઉપરવાસમાં વરસાદથી સતત પાણીની આવક વધી છે. તેમાં નદીની સપાટી 12 કલાકમાં 8 ફૂટ વધી છે. તથા નીચાણવાળા
વિસ્તારોને એલર્ટ કરાયા છે. સવારે 6 વાગ્યે 12 ફૂટે વહી રહેલી પૂર્ણાં નદીની સપાટી સાંજે 6 વાગ્યે 20 ફૂટ ઉપર પહોંચી હતી. તેમાં 12 કલાકમાં 8 ફૂટ સપાટી વધતા લોકો ચિંતામાં મુકાયા
છે. તથા હજી પણ પૂર્ણાંની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.