સાબરકાંઠાના ગુહાઈ ડેમની સપાટી વધતા એલર્ટ અપાયું છે. જેમાં ગુહાઈ ડેમની મુખ્ય સપાટીથી દોઢ ફૂટ દુર છે. તથા ગુહાઈ ડેમ 92 ટકા ભરાયો છે. તેમાં નીચાણવાળા વિસ્તારને એલર્ટ
કરાયા છે. તેમજ ઈડરના 7 અને હિંમતનગરના 21 ગામોને એલર્ટ કરાયા છે. ગુહાઈ ડેમ વર્ષ 1996માં છેલ્લે સંપૂર્ણ ભરાયો હતો. તથા 92 ટકા જળાશય ભરાઈ જતા નદી કાંઠાના
વિસ્તારોને સાવચેતી રાખવા સતર્ક કરાયા છે.