ટ્રસ્ટીઓ દ્વારા મંદિરના વહીવટમાં ગેરરીતિ

2022-09-16 214

શામળાજી ખાતે આવેલ ત્રિલોકીનાથ મંદિરમાં ટ્રસ્ટીઓ દ્વારા મંદિરના વહીવટમાં ગેરરીતિના જવાબદાર પદાધિકારીનો આરોપોનો સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે. શામળાજી ખાતે બારેશી

વિભાગ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા ત્રિલોકીનાથનું મંદિર બનાવવામાં આવેલું છે. આ ત્રિલોકિનાથ મંદિરની જૂની કામિટી 2020માં પુરી થઈ નવી કમિટીની રચના કરવામાં આવી છે.

બોગસ એકાઉન્ટ ખોલી ખોટા ટ્રાન્જેક્શનો કર્યા

નવી કમિટીના હોદ્દેદારો દ્વારા વહીવટ સંભાડ્યા બાદ કેટલાક ડોક્યુમેન્ટ વાંધાજનક અને ગોટાળા થયા હોય એવું લાગયું જેમાં હાલના ત્રિલોકીનાથ મંદિર ટ્રસ્ટી અને સેક્રેટરીએ કરેલ આક્ષેપ

મુજબ જૂની કમિટીના ચાર ટ્રસ્ટીઓ દ્વારા ખોટા ઠરાવ અને ખોટા દસ્તાવેજો આપી બોગસ એકાઉન્ટ ખોલી એમા ખોટા ટ્રાન્જેક્શનો કરવામાં આવ્યા છે.

પીએમ કેર ફંડમાં કલેક્ટરના આદેશથી ફંડ અપાયું

પીએમ કેર ફંડમાં કલેક્ટરના આદેશથી ફંડ અપાયું હોવાનો ખોટા ઠરાવ અને બોગસ ડોક્યુમેટ બનાવી નાણાંની ઉચ્ચાપત તથા મંદિર ટ્રસ્ટની ઘણીબધી બાબતોમાં ફ્રોડ થયું હોવાનું સામે

આવતા હાલના ટ્રસ્ટી મંડળ દ્વારા પૂર્વ ટ્રસ્ટી અને જવાબદાર ચાર હોદ્દેદારો વિરુદ્ધ કોર્ટમાં ફરીયાદ દાખલ કરી છે. અને કોર્ટ દ્વારા તમામની સામે કાયદાકીય રીતે તપાસના હુકમો આપ્યા છે.

ત્યારે ભગવાનના મંદિરમાં પણ ટ્રસ્ટીઓ દ્વારા ઉચ્ચાપત કે ગોલમાલ કરવામાં આવતી હોય ત્યારે સમગ્ર બાબતે ચકચાર મચાવી છે.