ગાંધીનગરમાં આંદોલનોને પગલે વિધાનસભા ગેટ બહાર રેપીડ એક્શન ફોર્સ તૈનાત

2022-09-16 76

હાલ ગાંધીનગરમાં કર્મચારી આંદોલને વેગ પકડ્યો છે. આ સાથે જ નિવૃત સૈન્ય જવાનો, આરોગ્ય કર્મીઓ અને કિસાન સંઘનુ પણ આંદોલન ગાંધીનગર ખાતે ચાલી રહ્યું છે ત્યારે સુરક્ષાના ભાગ રૂપે ગુજરાત વિધાનસભા ભવનના ગેટ બહાર રેપીડ એક્શન ફોર્સ ઉતારવામાં આવી છે. જો કે થોડા જ સમયમાં આરોગ્ય કર્મચારી મંડળના પ્રતિનિધિઓ હડતાલ મુદ્દે સરકાર સાથે બેઠક કરવાના છે.