વાપી GIDCની સુપ્રીત કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી

2022-09-16 1

વલસાડ જિલ્લાના વાપી જી.આઈ.ડી,સી.માં આવેલી સુપ્રીત કેમિકલ કંપનીમાં આજરોજ વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેને લીધે GIDC વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેમિકલ પ્લાન્ટમાં આગ લાગી હોવાની જાણ થતા 10 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આગ બુઝાવવાની તજવીજ હાથ ધરી હતી.