અમદાવાદના મેમનગરમાં BRTS બસમાં આગ લાગી

2022-09-16 1,036

અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં હેલ્મેટ સર્કલ નજીક આજરોજ સવારે એક BRTS બસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં BRTS બસ બળીને સંપૂર્ણપણે ખાક થઇ ગઈ હતી. બસમાં આગ લાગતા લોકોમાં અફરા તફરી મચી હતી. આ સિવાય રસ્તા ઉપરના રાહદારીઓ અને વાહનચાલકોને પણ પરેશાનીનો માહોલ સર્જાયો હતો.